Parkinson’s disease meaning in Gujarati [3 ઈલાજ જાણો!] – પાર્કિન્સન રોગનો ગુજરાતીમાં અર્થ

જો તમને પાર્કિન્સન રોગ છે, તો તમારે અવશ્ય પાર્કિન્સનનો અર્થ (Parkinson’s disease meaning in Gujarati) જાણવો જ જોઈએ. પાર્કિન્સનનો અર્થ સમજવા માટે (Parkinson’s disease meaning in Gujarati), 3 લક્ષણો સમજો – હાથ/પગના ધ્રુજારી, ધીમાપણું અને સ્નાયુઓની જડતા. આના પર 3 સારવાર પણ વાંચો!

પરંતુ સાચું કહું તો પાર્કિન્સન્સના આ લક્ષણો દરેકને ખબર હોવા જોઈએ. ઘણા વૃદ્ધ લોકોમાં આ લક્ષણો હોય છે, પરંતુ તેમને મોટાભાગે અવગણવામાં આવે છે.

આ અફસોસની વાત છે. જો તમે ખરેખર પાર્કિન્સનનો અર્થ (Parkinson’s disease meaning in Gujarati) જાણશો, તો તમે જાણશો કે પાર્કિન્સન્સની સારવાર શક્ય છે.

પાર્કિન્સનનો અર્થ સંપૂર્ણપણે સમજવા માટે આપણે ૩ બાબતો જાણવી પડશે:

  1. પાર્કિન્સન રોગના ૩મુખ્ય લક્ષણો છે:
પાર્કિન્સન રોગના લક્ષણો
હાથ-પગમાં ધ્રુજારી
તમામ કાર્યો, જેવા કે હલન-ચલનમાં ધિમાપણુ
હાથ-પગમાં ચુસ્તતા કે જડતા
  1. પાર્કિન્સન્સની ૨ મુખ્ય સારવાર છે:
  • પાર્કિન્સનની દવાઓ.
  • પાર્કિન્સન્સ માટેની નવી સારવાર(ડીપ-બ્રેઈન-સ્ટિમ્યુલેશન-DBS અને સ્ટેમ-સેલ થેરાપી)
  1. આ બે બાબતોની વડે જાણીશું કે, પાર્કિન્સન રોગનું કારણ શું છે.

પાર્કિન્સન્સનો અર્થ (Parkinson’s disease meaning in Gujarati) જાણવા માટે તેના ૪ પાસાઓ જાણવા જરૂરી છે.

હું ડૉક્ટર સિદ્ધાર્થ ખારકર, થાણેમાં ન્યુરોલોજીસ્ટ (Neurologist in Thane) છું. હું મુંબઈમાં ન્યુરોલોજીસ્ટ (Neurologist in Mumbai) તરીકે Neurologist in Thaneપણ કામ કરું છું. હું ભારતમાં એપીલેપ્સી નિષ્ણાત (Epilepsy specialist in India) છું અને હું ભારતમાં એપીલેપ્સી સર્જરી (Epilepsy surgery in India) પ્રદાન કરું છું.

ચાલો પાર્કિન્સન્સનો ગુજરાતીમાં અર્થ [Parkinson’s disease meaning in Gujarati] સમજીએ:

Tremor of Parkinson’s disease in Gujarati – પાર્કિન્સનના કંપનો

પાર્કિન્સન રોગના મુખ્ય ત્રણ લક્ષણો જાણવા જરૂરી છે.

પાર્કિન્સન રોગના લક્ષણો
હાથ-પગની ધ્રુજારી
તમામ કાર્યો, જેમ કે હલનચલનમાં ધિમાપણુ/મંદતા
હાથ-પગમાં ચુસ્તતા કે જડતા

ચાલો, પહેલા પાર્કિન્સન્સના કંપનો વિશે વાત કરીએ.

1. કંપન (ટ્રેમર,Tremor)

હાથમાં ધ્રુજારીના ઘણા કારણો હોઈ શકે છે. તમામ કારણો જોવા માટે અહીં ક્લિક કરો.

પરંતુ અહીં આપણે ફક્ત પાર્કિન્સન્સની ધ્રુજારી વિશે જ વાત કરીશું.

જ્યારે તમે આરામ પર બેઠા હોવ ત્યારે પણ પાર્કિન્સનની ધ્રુજારી થાય છે.  આ તેની ખાસ વાત છે.  તેથી જ પાર્કિન્સન્સની ધ્રુજારીને “આરામની ધ્રુજારી” અથવા અંગ્રેજીમાં “રેસ્ટ ટ્રેમર(rest tremor)” પણ કહેવામાં આવે છે.

પાર્કિન્સન્સના કારણે હાથની ધ્રુજારી જોવા માટે, નીચેનો વિડિયો જુઓ:

પાર્કિન્સનની ધ્રુજારી હાથમાં જ નહીં, પગમાં કે માથામાં પણ થઈ શકે છે.

ઘણીવાર પાર્કિન્સનની ધ્રુજારી સંબંધીઓને ધ્યાને આવે છે.

કલ્પના કરો કે દર્દી ટીવી જોઈ રહ્યો છે, અને આરામથી બેઠો છે.  તેથી તેનો પુત્ર તેના હાથમાં ધ્રુજારી જોવે છે! તે કહે છે:

પાર્કિન્સનની ધ્રુજારી હાથમાં જ નહીં, પગમાં કે માથામાં પણ થઈ શકે છે.

ઘણીવાર પાર્કિન્સનની ધ્રુજારી સંબંધીઓને ધ્યાને આવે છે.

કલ્પના કરો કે દર્દી ટીવી જોઈ રહ્યો છે, અને આરામથી બેઠો છે.  તેથી તેનો પુત્ર તેના હાથમાં ધ્રુજારી જોવે છે! તે કહે છે:

“બાપુજી!! તમારા હાથમાં ધ્રુજારી કેમ થાય છે??”

મને મારા ક્લિનિકમાં તે વાર્તા વારંવાર સાંભળવા મળે છે. તે છે “આરામની ધ્રુજારી” અથવા “રેસ્ટ ટ્રેમર”. આ જ છે પાર્કિન્સનની ધ્રુજારી.

પાર્કિન્સન્સની ધ્રુજારીનું બીજું ઉદાહરણ જોવા માટે નીચેનો વિડિયો ચલાવો.  તમે જોશો કે આ વ્યક્તિને વધુ ધ્રુજારી છે.

પાર્કિન્સનનો અર્થ (Parkinson’s disease meaning in Gujarati) જાણવા માટેનું પ્રથમ પગલું એ પાર્કિન્સન્સની ધ્રુજારીને ઓળખવાનું છે.

ધ્રુજારી સિવાય, પાર્કિન્સનના અન્ય લક્ષણોને જાણવા પણ મહત્વપૂર્ણ છે.  તે લક્ષણો છે:

2. મંદતા (અલ્પ ચલનશિલતા,Bradykinesia)

દર્દીનું હલન-ચલન ધીમુ પડી જાય છે.

કેટલીકવાર સંબંધીઓ તેનું ખોટું અર્થઘટન કરે છે.  કેટલીકવાર સંબંધીઓ મારી પાસે આવે છે અને કહે છે:

“માજી હવે બહુ આળસુ થઈ ગયા છે! એક જ જગ્યાએ બેસી રહે છે!”

આ આળસ બિલકુલ નથી.  આ પાર્કિન્સન્સના લક્ષણ છે.  આ લક્ષણને મંદતા અથવા અંગ્રેજીમાં “બ્રેડી-કાઇનેસિયા” કહેવામાં આવે છે.

પાર્કિન્સનના દર્દીઓ ઘણીવાર આગળ ઝૂકીને ચાલે છે.  તે ધીરે ધીરે ચાલે છે.  કેટલીકવાર તેઓ દિશા બદલતી વખતે જમીનને વળગી રહે છે, અને આગળ ચાલી શકતા નથી.

આ પ્રકારની ચાલવાની મુશ્કેલીઓ દર્શાવતો આ વીડિયો જુઓ:

3. જડતા (રિજીડીટી,Rigidity)

દર્દીના હાથ-પગ જકડાઈ જાય છે.  કેટલીકવાર તેઓ એટલા સખત થઈ જાય છે કે તેમને હલાવવા મુશ્કેલ બની જાય છે. ઘણીવાર દર્દી પોતે આ જડતા વિશે ફરિયાદ કરે છે.

દર્દીઓ વારંવાર મને કહે છે:

“ડોક્ટર, આ બાજુના બંને હાથ પગ બહુ ભારે-ભારે લાગે છે. ચાલતી વખતે પગ ઉપાડવામાં પણ મુશ્કેલી થાય છે.”

તમારા માટે હાથ કે બાજુઓ જકડાઈ જવાને કારણે વાળ ઓળવવા મુશ્કેલ હોઈ શકે છે.પાર્કિન્સન્સ રોગના લક્ષણો વિશે વાત કરીએ તો, આ ત્રણ લક્ષણો સૌથી મહત્વપૂર્ણ છે. પાર્કિન્સન્સના લક્ષણો વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો. [પાર્કિન્સન રોગના લક્ષણો].

Cause of Parkinson’s disease in Gujarati – પાર્કિન્સન રોગનું કારણ

પાર્કિન્સનનો અર્થ (Parkinson’s disease meaning in Gujarati) જાણવા માટે પાર્કિન્સન્સ રોગનું કારણ જાણવું જરૂરી છે.

તો પછી પાર્કિન્સન રોગ કેમ થાય છે? પાર્કિન્સન રોગનું કારણ શું છે? ચાલો જાણીએ.

આપણા મગજના ઘણા ભાગો હોય છે. આ ભાગો વિદ્યુત રસાયણો દ્વારા એકબીજા સાથે વાત કરે છે.

આપણા મગજના પાછળના ભાગમાં એક ખાસ ભાગ હોય છે.  આને મિડબ્રેઈન કહે છે.

મિડબ્રેઈન એક ખાસ રસાયણ બનાવે છે. આ ખાસ રસાયણનું નામ છે ડોપામાઈન.

સામાન્ય રીતે કહીએ તો, મિડબ્રેઇનમાં ઉત્પાદિત ડોપામાઇન મગજના આગળના ભાગોમાં જાય છે.  ત્યાં, ડોપામાઇન મગજના આગળના ભાગોને ઉત્તેજિત કરે છે..

મગજનો જે ભાગ લાલ રંગનો હોય છે તેને મધ્ય-મગજ કહેવાય છે.  મધ્ય મગજ ડોપામાઇન બનાવે છે અને તેને મગજના આગળના ભાગોમાં મોકલે છે.

પછી મગજના આગળના ભાગો  હાલવા-ચાલવામાં મદદ કરે છે.  જ્યારે આ આગળના ભાગોનું કાર્ય યોગ્ય હોય તો માણસ ઝડપથી હલી-ચલી શકે છે. તે ક્યાંય અટકતો નથી, અને તેના હૃદયમાં કોઈ કંપન પણ નથી થતી.

પાર્કિન્સન રોગમાં, મધ્ય મગજની કામગીરી બગડે છે. તે ઓછું ડોપામાઇન ઉત્પન્ન કરે છે.

આવું શા માટે થાય , તે દુનિયામાં કોઈને બરાબર ખબર નથી.  કેટલાક લોકોમાં, આ આનુવંશિક સમસ્યાઓને કારણે થઈ શકે છે.  પરંતુ મોટાભાગના લોકોમાં શોધ કર્યા પછી પણ મિડબ્રેઈનની કામગીરી બગડ્યાનું કોઈ કારણ નથી મળતું.

પાર્કિન્સન્સમાં, મધ્ય મગજના સ્નાયુઓ મૃત્યુ પામે છે, અને ડોપામાઇનની માત્રામાં ઘટાડો થાય છે.

જ્યારે ડોપામાઇનની માત્રા ઓછી હોય છે, ત્યારે મગજના આગળના ભાગો કાર્ય ઓછું છે.

માણસની હિલચાલ ધીમી પડી જાય છે. તેનો હાથ ધ્રૂજવા લાગે છે. તેના શરીરમાં જડતા આવી જાય છે. ડૉક્ટરો આ રોગને પાર્કિન્સન્સ કહે છે.

Parkinson’s disease meaning in Gujarati -પાર્કિન્સનનો અર્થ

તો પછી અત્યાર સુધી જે કહ્યું છે તેના પરથી પાર્કિન્સનનો અર્થ (Parkinson’s disease meaning in Gujarati) સારી રીતે સમજાયો હશે.

પરંતુ માત્ર પાર્કિન્સનનો અર્થ (Parkinson’s disease meaning in Gujarati) જાણવો પૂરતો નથી.

પાર્કિન્સનનો અર્થ (Parkinson’s disease meaning in Gujarati) સમજવાની ત્રીજી કડી પાર્કિન્સનની સારવાર વિશે જાણવાની છે.

આવો, પાર્કિન્સન્સની સારવાર વિશે જાણીએ.

પરંતુ તે પહેલા, શું તમે જાણો છો કે કેટલીક દવાઓ એવી પણ છે જે પાર્કિન્સન જેવા લક્ષણોનું કારણ બની શકે છે???

Medications causing Parkinson’s disease in Gujarati -પાર્કિન્સન જેવા રોગ આપનાર દવાઓ

કેટલીક દવાઓ ડોપામાઇનને તેનું કામ કરતા અટકાવે છે.  આને ડોપામાઇન બ્લોકર કહેવામાં આવે છે.

ડોપામાઈન-બ્લોકર્સ (ત્રિકોણ) ડોપામાઈન (વર્તુળ) ને મગજમાં ચોંટતા અટકાવે છે.  આ કારણે ડોપામાઇનની અસર થતી નથી.

આ દવાઓથી તમને પાર્કિન્સન જેવા લક્ષણો થઈ શકે છે.  જો તમને પહેલાથી જ પાર્કિન્સન છે, તો તમારા પાર્કિન્સનના લક્ષણો ઝડપથી વધી શકે છે.

જો કોઈ દર્દીને આ દવાઓના ઉપયોગને કારણે પાર્કિન્સનિઝમ હોય, તો તેને “ડ્રગ-ઇંડ્યૂસ્ડ-પાર્કિન્સનિઝમ” અથવા “મેડિકેશન-ઇંડ્યૂસ્ડ-પાર્કિન્સનિઝમ” કહેવામાં આવે છે.

અહીં દવાઓની સૂચિ છે જે પાર્કિન્સન રોગનું કારણ બની શકે છે:

દવાઓનું કામ દવાઓના નામ
1. માનસિક રોગો સાથે જોડાયેલી સમસ્યાઓ જેવી કે સ્કિઝોફ્રેનિયા માટે ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓ હેલોપેરીડોલ, રિસ્પેરીડોલ, ઓલાન્ઝાપાઈન, એરીપીપ્ર્ઝોલ, ટ્રાઇફ્લુપેરાઝાઈન અને કેટલીક બીજી દવાઓ. ક્લોઝાપાઈન અને ક્વેટીયાપાઈન સામાન્ય રીતે સમસ્યાઓ ઉત્પન્ન કરતી નથી.
2. મૂડ અને ડિપ્રેશન માટેની અમુક દવાઓ ફ્લુફેનાઝાઈન, ટ્રાનિસિપોરામાઇન, લિથિયમ
3. કેટલીક ઉલટી અટકાવવાની દવાઓ મેટોક્લોપ્રામાઇડ, લેવોસુલપ્યુરાઇડ, ડોમપ્રીડોનની ઊંચી માત્રા 30-40 મિલિગ્રામ/દિવસ, ફ્લુનાજ્રાઈન, ક્યારેક ક્યારેક સિનેરજાઈન
4. હૃદય અને બ્લડ પ્રેશરની કેટલીક દવાઓ એમિઓડેરોન, મિથાઈલ-ડોપા

એવું નથી કે આ દવાઓ આપવી કોઈપણ કિંમતે વ્યાજબી નથી.  ઘણા લોકોને એવા રોગો હોય છે કે આ દવાઓ આપવી પડે છે.

પરંતુ જો તમને પહેલેથી જ પાર્કિન્સન રોગ છે, તો જો શક્ય હોય તો આ દવાઓથી દૂર જ રહો.

Treatment of Parkinson’s disease in Gujarati – પાર્કિન્સન રોગની સારવાર

આ અસરકારક દવાઓનો ઉપયોગ સામાન્ય રીતે પાર્કિન્સન

પાર્કિન્સન રોગની સારવાર માટે – આ 5 દવાઓ યાદ રાખો.

લેવોડોપા:

આ દવા મગજમાં જાય છે અને ત્યાં જઈને ડોપામાઈન બની જાય છે!

પાર્કિન્સન્સની સારવારમાં આ સૌથી શક્તિશાળી દવા છે.

એન્ટાકેપોન:

આ દવાને લેવોડોપાનો મિત્ર ગણો. એન્ટાકાપોનથી લેવોડોપાની અસર વધારે મળે છે અને લાંબા કલાકો સુધી ચાલે છે.

એમેન્ટાડાઈન:

આ છે લેવોડોપાનો બીજો મિત્ર.

પાર્કિન્સન રોગના કેટલાક દર્દીઓ, થોડા વર્ષો પછી, તેમના હાથ, પગ અને ગરદનને વધુ પડતી હલાવવાનું શરૂ કરે છે.  આ અતિ-ઉત્તેજિત ધ્રુજારી નૃત્ય જેવી લાગે છે, અને તે લેવોડોપા લીધા પછી થોડા સમય માટે વધે છે.

આ અતિશય ઉત્તેજિત ધ્રુજારીને ડિસ્કીનેસિયા(dyskinesia) કહેવામાં આવે છે.  એમેન્ટાડાઈન આ અતિ-ઉત્તેજિત ધ્રુજારીને મોટા પાયે ઓછી, અને કેટલીકવાર સંપૂર્ણપણે બંધ કરી નાખે છે.

ડોપામાઇન એગોનિસ્ટ (પ્રામીપેક્સોલ, રોપીરીનોલ)

આ દવાઓ ડોપામાઇન જેવી દેખાય છે.  તેથી જ તે ડોપામાઇનનું અમુક કાર્ય કરવા સક્ષમ છે.

પરંતુ આ દવાઓથી ઘણા લોકોને ઊંઘ આવે છે.  આ દવાઓથી બહુ ઓછા લોકો ઉત્તેજિત થઈ શકે છે. તેથી, હું સામાન્ય રીતે આ દવાઓનો થોડો ઓછો ઉપયોગ કરું છું.

MAO-B એનટાગોનિસ્ટ (રસાગિલિન, સેસિલિન)

આ દવાઓ પણ ડોપામાઈનની અસરમાં વધારો કરે છે.  પરંતુ તે એન્ટાકેપોન જેટલી સક્ષમ નથી.

તેથી, સામાન્ય રીતે, હું આ દવાઓનો ઉપયોગ ઓછો કરું છું.

પાર્કિન્સનની દવાઓ વિશે વિગતવાર વાંચવા માટે, આ વેબસાઈટ પર લખાયેલ આ લેખ વાંચો. [પાર્કિન્સનની સારવાર – 5 અસરકારક દવાઓ

New Treatments of Parkinson’s disease in Gujarati – પાર્કિન્સન રોગની નવી સારવાર

ડીપ-બ્રેઈન-સ્ટિમુલેશન

ડીપ બ્રેઈન સ્ટીમ્યુલેશન (DBS) પાર્કિન્સન રોગની નવી સારવારની યાદીમાં પહેલા આવે છે.

સ્ટીમ્યુલેશન સિસ્ટમ – બેટરી/પેસમેકરને છાતીમાં ત્વચાની નીચે મૂકવામાં આવે છે.  મગજની અંદર જતા તારને “ઇલેક્ટ્રોડ” કહેવામાં આવે છે.

ડીપ-બ્રેઈન-સ્ટિમ્યુલેશન (DBS) એક નાનું મશીન છે. આ મશીનની બેટરી છાતીની ત્વચાની નીચે હોય છે. આ બેટરીમાંથી આવતા બે પાતળા તાર તમારા મગજમાં જાય છે.

આ તાર મગજને ઉત્તેજિત કરે છે, અને ડોપામાઇનના અભાવને કારણે થતા ઘણા લક્ષણોને ઓછા કરે છે.

પાર્કિન્સન રોગની નવી સારવાર, ડીપ-બ્રેઈન-સ્ટિમ્યુલેશન (DBS) થી ઘણા લોકોને જબરદસ્ત ફાયદો થાય છે.  પરંતુ હજુ પણ તે પાર્કિન્સન માટે ચમત્કારિક સારવાર નથી.

ડીપ-બ્રેઈન-સ્ટિમ્યુલેશન (DBS) વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો. [પાર્કિન્સન્સ રોગની નવી સારવાર: ડીપ બ્રેઈન સ્ટીમ્યુલેશન-પાર્કિન્સન્સનો ચમત્કારિક ઈલાજ?]

સ્ટેમ સેલ ઉપચાર

પાર્કિન્સન રોગની નવી સારવારની યાદીમાં ઊભરતું નામ છે સ્ટેમ-સેલ થેરાપી.

સ્ટેમ-સેલ્સ આપણા શરીરના ખાસ સ્નાયુઓ છે.

સ્ટેમ-સેલ્સ ઘણા બધા સ્નાયુઓ બનાવી શકે છે.  તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે સ્ટેમ-સેલ્સ શરીરના કોઈપણ સ્નાયુ, કોઈપણ અંગ બનાવવાની શક્તિ ધરાવે છે.

સ્ટેમ સેલ શરીરમાં કોઈપણ સ્નાયુ અથવા અંગ બનાવી શકે છે.

સ્ટેમ સેલ શરીરમાં કોઈપણ સ્નાયુ અથવા અંગ બનાવી શકે છે.[/caption]

પરંતુ આજ સુધી કોઈ જાણતું નથી કે પાર્કિન્સન્સમાં આ ચમત્કારિક સ્નાયુઓનો ઉપયોગ કેવી રીતે કરવો.

દુનિયાભરના વૈજ્ઞાનિકો આ વિષય પર સંશોધન કરી રહ્યા છે.  મારી આશા છે કે આવનારા વર્ષોમાં સ્ટેમ-સેલ થેરાપી પાર્કિન્સન્સ માટે એક ચમત્કારિક સારવાર બની શકે છે.

પણ એ સમય હજુ આવ્યો નથી.

આજની તારીખ (2021)માં, હું તમને વિનંતી કરીશ કે સ્ટેમ-સેલ થેરાપી માત્ર એક સંશોધનના વિષય તરીકે, સંશોધનની જગ્યાએ, પૈસાની લાલચ વિના, વૈજ્ઞાનિકોની દેખરેખ હેઠળ જ અજમાવજો.

પાર્કિન્સનના લક્ષણો જેને લોકો અવગણે છે

હલવા-ચાલવામાં તકલીફ ઉપરાંત, પાર્કિન્સન રોગના અન્ય કેટલાક લક્ષણો છે.

આ અન્ય લક્ષણો ઘણીવાર અવગણવામાં આવે છે.  પરંતુ આમ કરવાથી પાર્કિન્સન્સની સારવાર અધૂરી રહી જાય છે.

આ સમસ્યાઓ પણ પાર્કિન્સન્સ રોગના લક્ષણો છે, તે ઓળખવું સૌથી મોટી વાત છે.

પાર્કિન્સનથી કબજિયાત(constipation)ની તકલીફ થઈ શકે છે.

તેથી, અહીં આમાંના કેટલાક મુખ્ય લક્ષણોની સૂચિ અને સારવાર વિશેની માહિતી આપુ છું:

પાર્કિન્સનના લક્ષણો (અન્ય) સારવાર
1. વિચાર અને યાદશક્તિની સમસ્યાઓ (ઉન્માદ) દવાઓ. પાર્કિન્સન રોગ અને ઉન્માદ વિશે એક ઉત્તમ લેખ વાંચવા માટે [ અહીં ક્લિક કરો ]
2. કબજિયાત – સંડાસ જવામાં મુશ્કેલી (constipation) – દરરોજ યોગ્ય માત્રામાં પાણી પીવો. જો તમને હૃદય અથવા કિડનીની સમસ્યા નથી, તો તમારે દરરોજ 7-8 ગ્લાસ પાણીની જરૂર છે.

દરરોજ 1-2 કેળા ખાઓ. કાચા શાકભાજી અને ફળો ખાઓ.

દિવસમાં ઓછામાં ઓછા 15 મિનિટ ચાલો. આખો દિવસ સુતા રહેવા કરતાં ખુરશી પર બેસવું વધુ સારું છે.
3. રાત્રે સપનામાં/ઊંઘમાં ચીસો પાડવી (રેમ બિહેવિયર ડિસઓર્ડર – RBD) દવાઓ
4. દુઃખી રહેવું/હતાશા(Depression) દવાઓ
મનોચિકિત્સક સાથે વાતચિત (Counselling)
5. ઊંઘ ન આવવી, અથવા વારંવાર ઊંઘ માંથી જાગી જવું દવાઓ
6. અતિશય ઉત્તેજીત થવું અથવા ભ્રમિત થવું (Hallucinations) આભાસ પાર્કિન્સનની કેટલીક દવાઓ જેમ કે ટ્રાઇ-હેક્સી-ફેનિડીલ (Pacitane) અને અમાન્ટાડાઇનથી થોડા લોકોમાં આભાસ/દુઃસ્વપ્નોની મુશ્કેલી થઈ શકે છે.

આ દવાઓ ઘટાડવા વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો.
7. વાત કરવામાં મુશ્કેલી થવી (Dysarthria) પાર્કિન્સનની દવાઓની માત્રામાં વધારો કરવાની જરૂર પડી શકે છે.
સ્પીચ થેરાપિસ્ટ (Speech therapist) પાસેથી ટ્રેનિંગ લઈને આ મુશ્કેલી ઓછી થાય છે.
8. ખોરાક ગળવામાં મુશ્કેલી (Dysphagia) ઉપરની જેમ જ.
9. સેક્સ કરવામાં મુશ્કેલી (Impotence) દવાઓ

વગેરે…

તાજેતરમાં, એવી ચિંતા હતી કે કોવિડ પાર્કિન્સન રોગનું જોખમ વધારી શકે છે. જો કે, આ યોગ્ય હોવાનું જણાતું નથી.

Parkinson’s disease meaning in Gujarati (પાર્કિન્સન્સનો અર્થ) ટૂંકમાં:

  1. પાર્કિન્સન્સના અર્થને યોગ્ય રીતે સમજવા માટે ૪ પાસાઓ જાણવા જરૂરી છે: તેના લક્ષણો, કારણો, સારવાર અને નવી સારવાર.
  2. પાર્કિન્સનના ત્રણ લક્ષણો યાદ રાખો: ધ્રુજારી, ધીમાપણું/મંદતા અને કઠોરતા/જડતા.
  3. આપણે પાર્કિન્સનની પાંચ દવાઓ વિશે વાત કરી, એમાંથી સૌથી શક્તિશાળી લેવોડોપા છે.
  4. ડીપ-બ્રેઈન-સ્ટિમ્યુલેશન (DBS) થી પાર્કિન્સન રોગની નવી સારવારમાં જબરદસ્ત ફાયદો થઈ શકે છે.
  5. હાલમાં (2021), સ્ટેમ-સેલ થેરાપી માત્ર સંશોધન આધારે જ વાજબી છે.
  6. યાદશક્તિમાં ઘટાડો, રાત્રે રડવું, કબજિયાત વગેરે પણ પાર્કિન્સન્સના લક્ષણો જ છે. જેની સારવાર ઉપલબ્ધ છે.

Caution: This information is not a substitute for professional care. Do not change your medications/treatment without your doctor’s permission.

author avatar
Dr. Siddharth Kharkar
Dr. Siddharth Kharkar is a globally trained neurologist in Mumbai, specializing in Epilepsy and Parkinson’s Disease. With expertise from top institutes like Johns Hopkins and UCSF, he delivers precise diagnoses, advanced treatments like DBS and Video EEG, and personalized care focused on long-term results and quicker recovery.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *